महाराजा दशरथ रानीओं को नववधूओं की देखभाल करने के लिए कहते है
(चौपाई)
मंगलगान करहिं बर भामिनि । भै सुखमूल मनोहर जामिनि ॥
अँचइ पान सब काहूँ पाए । स्त्रग सुगंध भूषित छबि छाए ॥१॥
रामहि देखि रजायसु पाई । निज निज भवन चले सिर नाई ॥
प्रेम प्रमोद बिनोदु बढ़ाई । समउ समाजु मनोहरताई ॥२॥
कहि न सकहि सत सारद सेसू । बेद बिरंचि महेस गनेसू ॥
सो मै कहौं कवन बिधि बरनी । भूमिनागु सिर धरइ कि धरनी ॥३॥
नृप सब भाँति सबहि सनमानी । कहि मृदु बचन बोलाई रानी ॥
बधू लरिकनीं पर घर आईं । राखेहु नयन पलक की नाई ॥४॥
(दोहा)
लरिका श्रमित उनीद बस सयन करावहु जाइ ।
अस कहि गे बिश्रामगृहँ राम चरन चितु लाइ ॥ ३५५ ॥
*
MP3 Audio
*
મહારાજા દશરથ રાણીઓને નવવધૂઓની સંભાળ રાખવા કહે છે
(દોહરો)
પુરજન પ્રણમી રામને ચાલ્યાં ગૃહે પછી,
મંગલતા મધુતા રહી સૌના ઉરે વસી.
પ્રેમ પરમ આનંદ એ શ્રેષ્ઠતા તથા કાળ
સુંદરતા એ વિનય એ રસની મધુરી ધાર
શેષ શારદા વેદ વિધિ શંકર તેમ ગણેશ
કહી શકે ના, વર્ણવું ક્યાંથી તો હું લેશ.
સૃષ્ટિને શિર અળસિયું કેમ કરી ધારે,
મહાન કવિ પણ એ વિધ વર્ણવતાં હારે.
સન્માની ભૂપે કહ્યું રાણીને ભાવે,
અજ્ઞાત સ્થળે જીવને જલદી ના ફાવે.
પાંપણ રાખે આંખને વધુઓને એવી
રીતે સદાય રાખજો માનીને દેવી.

