Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

नवदंपतिओं का स्वागत
 
(चौपाई)
भूप भवन तेहि अवसर सोहा । रचना देखि मदन मनु मोहा ॥
मंगल सगुन मनोहरताई । रिधि सिधि सुख संपदा सुहाई ॥१॥
 
जनु उछाह सब सहज सुहाए । तनु धरि धरि दसरथ दसरथ गृहँ छाए ॥
देखन हेतु राम बैदेही । कहहु लालसा होहि न केही ॥२॥
 
जुथ जूथ मिलि चलीं सुआसिनि । निज छबि निदरहिं मदन बिलासनि ॥
सकल सुमंगल सजें आरती । गावहिं जनु बहु बेष भारती ॥३॥
 
भूपति भवन कोलाहलु होई । जाइ न बरनि समउ सुखु सोई ॥
कौसल्यादि राम महतारीं । प्रेम बिबस तन दसा बिसारीं ॥४॥
 
(दोहा)
दिए दान बिप्रन्ह बिपुल पूजि गनेस पुरारी ।
प्रमुदित परम दरिद्र जनु पाइ पदारथ चारि ॥ ३४५ ॥

*
MP3 Audio

*
 
નવદંપતિઓનું સ્વાગત
 
રાજપ્રાસાદ સોહે કેવો કરે મોહિત મદનને એવો;
મંગલ શુકનો મનોહરતા ને રિદ્ધિ સિદ્ધિ સુખ ને સંપદાયે
 
એમાં છવાયાં હો તન ધારી સેવા રામસીતાની વિચારી
એવું લાગતું દેખીને એને, સીતારામ ગમે ના કોને ?
 
સ્ત્રીઓ ટોળે વળીને ચાલી, રતિ કરતાં મધુર બની મ્હાલી;
ગાતી સુંદર આરતી કરી વેશ જાણે કે શારદા ધરી.
 
સુખ રાજભવનમાં કેવું વ્યાપ્યું અનુપમ અદભુત એવું;
માતા રામની કૌશલ્યા જેવી પ્રેમમગ્ન ભૂલી તન કેવી !
 
(દોહરો)
શિવ ગણેશને પૂજતાં પ્રસન્ન સર્વ બની
પામી ભેટ દરિદ્ર જ્યમ ચાર પદાર્થતણી.