if (window.top.location.href !== window.self.location.href && !window.top.location.href.startsWith('https://mail.swargarohan.com/')) { window.top.location.href = window.self.location.href; }

Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

महाराजा जनक सीता और सभी पुत्रीओं को बिदा करते है
 
(चौपाई)
सुक सारिका जानकी ज्याए। कनक पिंजरन्हि राखि पढ़ाए ॥
ब्याकुल कहहिं कहाँ बैदेही। सुनि धीरजु परिहरइ न केही ॥१॥
 
भए बिकल खग मृग एहि भाँति। मनुज दसा कैसें कहि जाती ॥
बंधु समेत जनकु तब आए। प्रेम उमगि लोचन जल छाए ॥२॥
 
सीय बिलोकि धीरता भागी। रहे कहावत परम बिरागी ॥
लीन्हि राँय उर लाइ जानकी। मिटी महामरजाद ग्यान की ॥३॥
 
समुझावत सब सचिव सयाने। कीन्ह बिचारु न अवसर जाने ॥
बारहिं बार सुता उर लाई। सजि सुंदर पालकीं मगाई ॥४॥
 
(दोहा)
प्रेमबिबस परिवारु सबु जानि सुलगन नरेस।
कुँअरि चढ़ाई पालकिन्ह सुमिरे सिद्धि गनेस ॥ ३३८ ॥

*
MP3 Audio

*
 
મહારાજા જનક સીતા અને અન્ય પુત્રીઓને વિદાય આપે છે
 
શુક સારિકા સ્વર્ણપીંજરમાં રાખી સીતાએ પાળ્યાં પ્રણયમાં
વદી વ્યાકુળ વચન રહ્યાં તે, સીતા જનકનંદિની ક્યાં છે ?
 
કોનું ધૈર્ય ટકે સુણી, બન્યાં વિકળ વિહંગ ને પ્રાણી;
દશા કહેવાય માનવની શે, કરો કલ્પના કરવી હો તે.
 
અશ્રુ જનકની આંખે છવાયાં, અંગ વિરહવ્યથાથી ઘવાયાં,
હતા પરમ વૈરાગી ને જ્ઞાની વાતો કરતા ધૈર્યથી શાણી,
કિન્તુ મર્યાદા જ્ઞાનની તૂટી, પ્રેમ ધીરતાને ગયો લૂંટી
 
(દોહરો)
મંત્રીઓએ એમને સમજાવ્યા પ્યારે
અવસર ખેદતણો નથી પ્રતીતિ થઇ ત્યારે.
 
કન્યાઓને ભેટતાં સરસ પાલખીને
મંગાવી, પરિજન થયા વ્યગ્ર નિહાળીને.
 
મંગલ મુહૂર્તમાં સ્મરી સિદ્ધિ સાથ ગણેશ
કન્યા બેસાડી બધી બન્યા કૃતાર્થ નરેશ.

 

We use cookies

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.