Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

महाराजा जनक का दूत अवध पहूँचा
 
(चौपाई)
पहुँचे दूत राम पुर पावन । हरषे नगर बिलोकि सुहावन ॥
भूप द्वार तिन्ह खबरि जनाई । दसरथ नृप सुनि लिए बोलाई ॥१॥

करि प्रनामु तिन्ह पाती दीन्ही । मुदित महीप आपु उठि लीन्ही ॥
बारि बिलोचन बाचत पाँती । पुलक गात आई भरि छाती ॥२॥

रामु लखनु उर कर बर चीठी । रहि गए कहत न खाटी मीठी ॥
पुनि धरि धीर पत्रिका बाँची । हरषी सभा बात सुनि साँची ॥३॥

खेलत रहे तहाँ सुधि पाई । आए भरतु सहित हित भाई ॥
पूछत अति सनेहँ सकुचाई । तात कहाँ तें पाती आई ॥४॥

(दोहा)
कुसल प्रानप्रिय बंधु दोउ अहहिं कहहु केहिं देस ।
सुनि सनेह साने बचन बाची बहुरि नरेस ॥ २९० ॥

*
MP3 Audio

*
 
મહારાજા જનકના દૂત અયોધ્યા પહોંચે છે
 
દૂતે દેખી અવધપુરી પાવન, પામ્યા આનંદ સ્વર્ગસુહાવન;
પત્ર દશરથને આપ્યો એક, થયો વાંચતાં ઊર્મિ-ઉદ્રેક.
 
વારિ લોચને તરત છવાયાં, ભાવતરંગ પ્રાણે ભરાયાં,
હૈયું હેતે ભરાઇ આવ્યું, અંગે રોમાંચ અનહદ લાવ્યું.
 
રામલક્ષ્મણ હૈયામાં હસતા લાગ્યા પત્રની પંક્તિમાં વસતા;
ધરી ધૈર્યને પત્રિકામાં વાંચી, કથા જાણી સભાએ સાચી.
 
થયો આહલાદ સૌને અનેરો મળ્યો સંતોષ સુણતાં ઘણેરો;
આવ્યા ભરત-શત્રુઘ્ન બે ભાઇ, પૂછયું બંધુની ખબર છે કાંઇ ?
 
(દોહરો)              
બંને બાંધવ કુશળ ને કયા દેશમાં છે ?
વાંચ્યો પત્ર પુનઃ નૃપે વચન સાંભળી એ.