Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

परशुराम का गुस्सा ठंडा करने के लिए राम का फिर हस्तक्षेप
 
(चौपाई)
अति बिनीत मृदु सीतल बानी । बोले रामु जोरि जुग पानी ॥
सुनहु नाथ तुम्ह सहज सुजाना । बालक बचनु करिअ नहिं काना ॥१॥

बररै बालक एकु सुभाऊ । इन्हहि न संत बिदूषहिं काऊ ॥
तेहिं नाहीं कछु काज बिगारा । अपराधी में नाथ तुम्हारा ॥२॥

कृपा कोपु बधु बँधब गोसाईं । मो पर करिअ दास की नाई ॥
कहिअ बेगि जेहि बिधि रिस जाई । मुनिनायक सोइ करौं उपाई ॥३॥

कह मुनि राम जाइ रिस कैसें । अजहुँ अनुज तव चितव अनैसें ॥
एहि के कंठ कुठारु न दीन्हा । तौ मैं काह कोपु करि कीन्हा ॥४॥

(दोहा)
गर्भ स्त्रवहिं अवनिप रवनि सुनि कुठार गति घोर ।
परसु अछत देखउँ जिअत बैरी भूपकिसोर ॥ २७९ ॥

*
MP3 Audio

*
 
પરશુરામનો ગુસ્સો ઉતારવા રામનો ફરી હસ્તક્ષેપ
 
અતિ વિનમ્ર મૃદુ શીતળ વાણી વદ્યા રામ જોડી જુગપાણિ;
સુણો પ્રભુ તમે સહજ સુજાણ બાળકવચન ધરો ના ધ્યાન.
 
વયોવૃદ્ધ ને શિશુનો એક સ્વભાવ કહ્યો જગતમાં છેક;
સંત ન એને આપે દોષ કરે અકારણ કે ના રોષ.
 
લક્ષ્મણે કર્યો નથી બગાડ, મારાથી જ થયો અપરાધ,
કૃપા કોપ વધ કે બંધન યોગ્ય ગણો તે ભૃગુનંદન,
સેવક સમજીને મારા પર કરો, કરો ક્રોધનિકંદન.
 
મુનિએ કહ્યું ક્રોધ શે જાય, દેખાય નહીં અન્ય ઉપાય;
વક્ર નજરથી લક્ષ્મણ જુએ, સુખે સ્વમાની કેમ જ સૂએ.
 
પરશુનો કર્યો મેં ન પ્રયોગ કરીને કર્યું તો શું ક્રોધ,
ધડથી મસ્તક દૂર કરું ત્યારે શાંતિ અનંત વરું.
 
(દોહરો)              
ગર્ભ સ્ત્રવે રાણીતણા પરશુસ્વરે અતિઘોર,
પરશુ એ છતાં જીવતો વેરી ભૂપકિશોર.