Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

लक्ष्मण और परशुराम के संवाद में श्रीराम का हस्तक्षेप
 
(चौपाई)
कहेउ लखन मुनि सीलु तुम्हारा । को नहि जान बिदित संसारा ॥
माता पितहि उरिन भए नीकें । गुर रिनु रहा सोचु बड़ जीकें ॥१॥

सो जनु हमरेहि माथे काढ़ा । दिन चलि गए ब्याज बड़ बाढ़ा ॥
अब आनिअ ब्यवहरिआ बोली । तुरत देउँ मैं थैली खोली ॥२॥

सुनि कटु बचन कुठार सुधारा । हाय हाय सब सभा पुकारा ॥
भृगुबर परसु देखावहु मोही । बिप्र बिचारि बचउँ नृपद्रोही ॥३॥

मिले न कबहुँ सुभट रन गाढ़े । द्विज देवता घरहि के बाढ़े ॥
अनुचित कहि सब लोग पुकारे । रघुपति सयनहिं लखनु नेवारे ॥४॥

(दोहा)
लखन उतर आहुति सरिस भृगुबर कोपु कृसानु ।
बढ़त देखि जल सम बचन बोले रघुकुलभानु ॥ २७६ ॥

*
MP3 Audio

*
 
લક્ષ્મણ અને પરશુરામના સંવાદમાં રામનો હસ્તક્ષેપ
 
કહ્યું લક્ષ્મણે કોણ સ્વભાવ જાણે નહીં તમારો પ્રભાવ;
માતાપિતાના ઋણને વાળ્યું હવે ઋણ ગુરુનું નિરધાર્યું.
 
દિન વીત્યા ઘણા વધ્યું વ્યાજ, ભરપાઇ કરી દઉં આજ;
તમે તેનો બતાવો હિસાબ આવો આવશે ના પછી લાગ.
 
સુણી કટુ વચનોને એવાં મુનિ સંતપ્ત સૂર્યના જેવા
લઇ પરશુ થયા તૈયાર, થયો સઘળે એથી હાહાકાર.
 
તમે ભૃગુશ્રેષ્ઠ પરશુને ધારો તોય સ્વપ્ને મને ના ડારો;
નૃપદ્રોહી હે, બ્રાહ્મણ માની કરું રક્ષા દયાપાત્ર જાણી.
 
મળ્યો રણમાં તમોને ના વીર થયા ઘરના તમે રણધીર;
કર્યો અનુચિત સૌએ પોકાર નથી વાદવિવાદમાં સાર.
 
(દોહરો)              
પરશુરામ ક્રોધાગ્નિમાં આહુતિ સમ સઘળાં
વચનો લક્ષ્મણનાં બન્યાં કર્કશ મર્મભર્યાં.
 
રઘુવર લક્ષ્મણને તરત રોકી સંજ્ઞાથી,
શીતળ જળસમ વચનને બોલ્યા શાંતિથકી.