if (window.top.location.href !== window.self.location.href && !window.top.location.href.startsWith('https://mail.swargarohan.com/')) { window.top.location.href = window.self.location.href; }

Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

તમારી કૃપા જરૂર થશે.

અમૃતવર્ષા વરસી રે’શે, તીખા તાપ જશે,
નીરસ ઉર રસમય બનશે, ને નવજીવન ધરશે ... તમારી.

વાદળ ઉમટ્યાં આજ વ્યોમમાં, મંગલ તે બનશે;
શુભ સંકેત કરે છે સઘળાં, વૃષ્ટિ કાલ થશે ... તમારી.

શીતલતા શમશે અંતરની, તેજ નવું મળશે;
વિખરાશે વાદળ કાલ બધાં, સાફ ગગન કરશે ... તમારી.

નાચે મોર પ્રસન્ન તેમ આ ઉર નર્તન કરશે;
પ્રાણ પ્રેમરસપાન કરીને મસ્ત બની ફરશે ... તમારી.

વિધિના લેખ લખાયા છે આ, સ્વપ્ને ના મટશે;
મિલનઘડી નિર્મિત છે તે ના પલટાશે ઘટશે ... તમારી.

‘પાગલ’ એ આશાથી તપતો, તપ સાચે ફળશે;
કુસુમથકી કોમળ કર મારી કાયા પર ફરશે ... તમારી.

- © શ્રી યોગેશ્વરજી

Add comment

Submit
We use cookies

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.