Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

દિલને લાગી લગન ગઈ !
રૂપ રસછલ્યું જોવા માટે જાગી પ્યાસ ગઈ ! ... દિલને.

અખંડ માળા જપે તમારી, માયા ખૂબ થઈ;
મુગ્ધ બનીને ચાહે તમને, નિજ સર્વસ્વ લઈ ... દિલને.

ચાતક જેમ જુએ વાદળને આતુર આર્ત થઈ;
ઝંખે જેમ પ્રિયા પ્રિયને ત્યમ ઝંખે તરસ ભરી ... દિલને.

ગૂંથીને ભાવોની માળા, શ્રદ્ધાદીપ કરી;
પૂજાકાજે કરે પ્રતીક્ષા, ક્યારે જાવ મળી ! ... દિલને.

અપાર અનુરાગે આલાપે તમને ધ્યાન ધરી;
ધન્ય ગણે પોતાને, કરશો દ્રષ્ટિપાત જરી ? ... દિલને.

પુર ને વનમાં તેમ તીર્થમાં, તલસે ખૂબ ફરી;
તપે, રડે, ને સ્તવન કરે છે, પીડ સહી સઘળી ... દિલને.

આંખ મળે આંખે ના જ્યાં લગ ત્યાં લગ ચેન નહીં;
કેમે કરી શાંતિ ના મળશે, જાયે ભલે કહીં ! ... દિલને.

માટે પ્રાર્થું પ્રકટો પ્રેમે, ‘પાગલ’ જાય તરી;
દર્શનસુખનું દાન દઈ દો, જાય અશાંતિ મરી ... દિલને.

- © શ્રી યોગેશ્વરજી

Add comment

Submit