આજ વિરહની વ્યથા શમાવો !
મિલનમાધુરી રેલાવીને
જીવનમાં નૂતન ગત ગાઓ,
પ્રકટ કરીને પ્રભાત નૂતન
નવો પ્રકાશ બધે પ્રકટાવો !
વિષની છાયા શાંત કરીને
અમૃતપાન ખરે જ કરાવો;
અપૂર્ણતાનો અંત આણતાં
પરિપૂર્ણમહીં સ્થાન અપાવો !
‘પાગલ’ને વધુ વાર હવે ના
એકલદોકલ આમ ભમાવો;
અંતિમ હો આ રાત વિરહની,
કાલ મિલનનું પર્વ મનાવો !
- © શ્રી યોગેશ્વરજી

