if (window.top.location.href !== window.self.location.href && !window.top.location.href.startsWith('https://mail.swargarohan.com/')) { window.top.location.href = window.self.location.href; }

Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

અનુરાગ આપણો અમર હજો !
હો અનંત કાલ લગી કાયમ ને
ક્ષયથી છેક વિમુક્ત હજો !

કમી થાય ના કૈંયે એમાં,
દિવસે દિવસે પુષ્ટ થજો;
મેરૂ ચળે છતાં ન ચળે એ,
અખંડ ને અભિરામ હજો !

સુખમય સૌને પ્રાણપ્રદાયક,
મંગલતાની મૂર્તિ હજો;
અંતરનો આરામ, તપ્તની છાયા,
તમનું તેજ થજો !

જગની વાડીને ફોરમથી
ભરી પ્રફુલ્લ ભલે કરજો;
પાવન કરો પતિતને તેમજ
આંખ અંધને એ ધરજો.

ભૂલેલાંનો પથ બનજો ને
જીવનનું મંગલ કરજો;
ભેદભાવ અજ્ઞાન મેલ ને
અશાંતિ અંતરની હરજો !

નવી હવા ભરજો સંસારે,
સ્વર્ગથકીય સુખદ ઠરજો;
પીડા અશ્રુ વિષાદ જીવના
પાવન સ્પર્શ કરી હરજો !

આદર્શ બનો અવની માટે,
મારું મંગલ દાન થજો;
‘પાગલ’ વિરહ ન વ્યાપે તેને,
મિલનરસે ભરપૂર હજો !

- © શ્રી યોગેશ્વરજી

Add comment

Submit
We use cookies

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.