if (window.top.location.href !== window.self.location.href && !window.top.location.href.startsWith('https://mail.swargarohan.com/')) { window.top.location.href = window.self.location.href; }

Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921
એક મંદિરની અંદર છે.
એનું અંગ અવનવા અલંકારે અલંકૃત ને સુંદર શણગારે સુશોભિત છે.
બીજું મંદિરની બહાર છે.
શરીરની માવજત માટે જોઈતાં જરૂરી કપડાંનો પણ એને કાળ છે.
એના અંગ પરનાં વસ્ત્રોના ફાટ્યાતૂટ્યા હાલ છે.

એક મંદિરની અંદર છે.
એની આગળ ન જાણે સોના ને ચાંદીના કેટલાય થાળ છે.
બીજું મંદિરની બહાર છે.
એક ફૂટી બદામ માટે એને પ્યાર છતાં વાર છે.

એક મંદિરની અંદર છે.
એની આગળ ક્રમેક્રમે ભોગ ને રાજભોગની કેટલીય સામગ્રી હાજર થાય છે.
પૂજારી ને પ્રેમી એની આગળ પુષ્પો વેરે છે ને પ્રસંશાના ગીત ગાય છે.
અરે, એ તો નીતરતા નેહમાં નહાય છે.
બીજું મંદિરની બહાર છે.
એની આગળ નથી ધૂપ કે નથી દીપ.
ભુખ ને દુઃખથી ઊંડી ઊતરેલી આંખે ને તૂટેલી પાંખે એ સૌને પ્રાર્થે છે,
મૂક રીતે બેસી રહીને પ્રાર્થે છે.
પૂજારી ને પ્રેમી જનોનાં અપમાન ને અવહેલનાનો એ અનેક વાર શિકાર થાય છે.

એકની આગળ વહાલની મધુરી વીણા વાગે છે, ને નૃત્યાંગના નાચે છે.
બીજાની આગળ ઉપાલંભ ને ગાળોનો વરસાદ ગાજે છે, કરુણતા કે કંગાલિયત નાચે છે.

એક મનને મોહક લાગે છે, પણ પ્રત્યેકને પ્રકટ નથી.
બીજું મનના મર્મસ્થાનને સ્પર્શીને અંતરમાં ઊંડે ઊતરી જાય છે ને સદાને સારુ સાક્ષાત છે.

તારાં આ બે રૂપોમાંથી હે દેવ !
તારા પેલા મંદિરની બહારના દીનહીન રૂપને મળવા ને પૂજવા જ મારું મન લલચાય છે.
પહેલેથી જ જ્યાં દીનતા છે, દુઃખ છે ને દરિદ્રતા છે, ત્યાં મારો વાસ છે.
દીન, દુઃખી ને દરિદ્રને જ મારો સાથ છે. તેમની સાથે હું હંમેશાં ઊભો રહીશ !

- શ્રી યોગેશ્વરજી
We use cookies

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.