Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

તારું આટલું બધું તે સુંદર રૂપ, ઘડયું કયા ઘડનારે ?
તારું આટલું બધું વરણાગી રૂપ, ચિતર્યું કયા ચિતારે ?

જે સુંદરતા છે જગમાં, તે તારા પડછાયા શી;
તું કેન્દ્ર, ફરે તુજ પાછળ, આ મુગ્ધ બધી યે સૃષ્ટિ.

તારું આટલું બધું રસસાગર રૂપ, ઘડયું કયા ઘડનારે ?
તારું આટલું બધું મધુમંગલ રૂપ, ચિતર્યું કયા ચિતારે ?

આ અંગ આખું શું સુડોલ, તેજોમય મનહર લોલ;
તુજ બરાબરી તે કયાંથી, ને કરી શકે જન કોણ ?

તારું આટલું બધું તે સુંદર રૂપ, ઘડયું કયા ઘડનારે ?
તારું આટલું બધું વરણાગી રૂપ, ચિતર્યું કયા ચિતારે ?

તુંજ કરતાં વધુ સુંદરતા, ને શુચિતા જગમાં ક્યાંય ?
સ્વપ્ને પણ ના એ પૂછવું, છે ત્રિભુવન તારી છાંય

તારું આટલું બધું તે સુંદર રૂપ, ઘડયું કયા ઘડનારે ?
તારું આટલું બધું મનમોહન રૂપ, ચિતર્યું કયા ચિતારે ?

- શ્રી યોગેશ્વરજી