Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

ચઢાવું બીલીપત્ર ના હું !

કોમળ પર્ણ કુસુમ કાં તોડું, સાજ સજાવું શું !
જ્યાં પ્રકટ્યાં ત્યાં પૂજા કરતાં, બધે વિરાજે તું !  ... ચઢાવું.

કોટિ કમળ શણગારું શાને, સલિલમહીં છે તું;
ભંગ કરીને શોભા તારી સુશોભિત કરું શું ?  ... ચઢાવું.

જ્યાં ઉગ્યાં ત્યાં ચઢી ચૂક્યાં છે,ફરી ચઢાવું શું ?
વિમૂઢ મન ના કેમે માને, વ્યર્થ મનાવું શું ?  ... ચઢાવું.

તન મન અંતર ત્રણ પત્રોનો અર્પણ પ્રાણ કરું,
પ્રાણે પુનિત પ્રેમ પ્રકટાવો, તે નૈવેદ્ય ધરૂં !  ... ચઢાવું.

- શ્રી યોગેશ્વરજી