Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

મજા અમને જલનમાં કોક કાજે આવતી ભારી;
મજા અમને રુદનમાં કોક કાજે આવતી ભારી.

અમારા એક આંસુથી ખિલે જો કોક ફૂલવાડી,
મટે જો મેલ કોઇના, મજા એમાં રહી ભારી.

અમારા તેજથી અંધાર પથ કોઇકના ઝગતાં,
ફ3કાશિત થાય જો કોઇ,મજા એમાં રહી ભારી.

અમારી આહમાં કોઇકની હો જિંદગી સારી,
મૂકો તો આહમાં અમને, મજા એમાં રહી ભારી.

અમારા અંધ બનવાથી મળે જો આંખ કોઇને,
તપ્યાથી છાંય કોઇને, મજા એમાં રહી ભારી.

બને જો પ્રાણ કોઇનો અમારા લેશ મટવાથી,
રહીએ પ્રતિપળે તૈયાર મરવાની મજા ભારી.

- શ્રી યોગેશ્વરજી