Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

નિર્જનમાં, એકાંતમાં મને સૂનું સૂનું લાગે છે !

ડૂમો બાઝી અવિરત ચાલે, આંસુ ધારા ચાલે છે,
તીવ્ર પ્રહારે કોઈ જાણે, મર્મે મારા મારે છે.
જોને તું જ પોતે દિલ દર્દે કેટલું કેટલું ગાયે છે,
સૂનું સૂનું લાગે છે !

સંગમ પર બેસું સરિતા જ્યાં, આલિંગન બે આપે છે,
કમલ નિહાળું ચંદ્રપ્રકાશે, રાતે જે મલકાયે છે,
કોકિલને સુણતાં ચોરાઈ ગયું કૈકં મારું લાગે છે,
સૂનું સૂનું લાગે છે !

શાંત નિહાળી મુખમુદ્રાને, તુજને શું શું લાગે છે,
ધરતીની અંદર જ્વાલા, કેટકેટલી જાગે છે !
કળ ના વળે મધુરી જ્યાં યાદ તમારી જાગે છે,
સૂનું સૂનું લાગે છે !

- શ્રી યોગેશ્વરજી