Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

એ ધન્ય ક્ષણ જ્યારે તમારી આંખ મુજ આંખે મળી,
નિર્મિત હૃદય તમ કાજ ત્યારે એ સમજ મુજને પડી.

સુણતાં તમારી મંજુ મુખની માત્ર એક સુરાવલી,
મુજ બીન તમ કરથી જ બજવા છે ઘડાયું ગયો લહી.

સંસ્પર્શ અંગ સુવાસનો પામી જ પ્રાણ ગયો કળી,
નીરસ સમા મુજ જીવને છો તમે અમૃતમય કલી.

સંસ્તબ્ધ જીવન આ તમારા પરિચયે જ રગ્યું ઢળી,
નિશ્ચિંત થઈ ગયું છે તમારા થકી મારી સદ્ ગતિ.

એ પ્રથમ મિલને પેખતાં તમને રહી રગરગ કહી,
'પાગલ’ હતો જે કાજ તે સાકાર ગયું આજે જડી.

- શ્રી યોગેશ્વરજી