Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

દુઃખ જેમ જેમ આવે તેમ તેમ પ્રેમ મારો
બાંધી રહે તારી સાથે વધુ વધુ ગાંઠ,
સંકટ ને વિપત્તિમાં પ્રેમસૂર રેલી મારા
અંતરનું વાગી રહે વધુ વધુ વાદ્ય.

સુખ ને સલામતી પ્રસાદી તારી હું તો માનું,
તેથી તેમાં ભુલવાના ભયનો ના ભાસ;
ભોગ ને ઐશ્વર્યના સિંહાસને ચઢેલ તોય
અંતરમાં તારો ચાલે મહામૂલો રાસ.

વાત શી કરું વધારે, કાળ કે સ્થિતિથી મારા
પ્રેમમાં જરીય ફેર ના જ પડનાર,
'પાગલ' થયો છું તારા પાગલ સ્પર્શથી તે
પાગલ મટીને નહીં અન્યથા થનાર.

- શ્રી યોગેશ્વરજી