Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

MP3 Audio

*

ૐ જય જય જગત-નિવાસ કરી !
મા ભક્તોની કલ્યાણ કરી ! ... ૐ જય જય.

જડ ને ચેતનમાં વિહરી રહી,
વસુધાની વેદે માત કહી,
રહી અણુ પરમાણુ મહીં વિહરી ... ૐ જય જય.

મા કરુણા માધુરી પ્રીત ભરી,
સુંદરતાની છે છબી ખરી;
છે સુધામયી ને નમ્ર નરી ... ૐ જય જય.

આનંદનિકેતન શાંતિભરી,
સુખને બેઠી છે કેદ કરી;
જે વરે તેમને જાય વરી ... ૐ જય જય.

જે શરણ લઇ લે છે એનું,
અનુસંધાન કરી લે તેનું;
કિસ્મત તેનું તો જાય ફરી ... ૐ જય જય.

ચરણોમાં ગુંજન રોજ કરી,
સંસાર સહેજે જાય તરી,
માતા, લો બંધન બધાં હરી ... ૐ જય જય.

- શ્રી યોગેશ્વરજી

 

Comments

Search Reset
0
Desai Samir ,S
8 months ago
I feel i am experimenting chants into my body while on self realization.
Like Like Quote

Add comment

Submit