Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

MP3 Audio

*

મને દર્શન તમારૂં આપજો !
મને દર્શન આપીને દુઃખ કાપજો !

મને ચરણોની પાસે રાખજો;
મને હૈયામાં હેતથી સમાવજો ... મને.

જરી નેહભરી નજરે નિહાળજો;
મને જોઈ જરી સ્મિત ધારજો ... મને.

મારાં સંકટ સદાકાજ કાપજો;
મારા ગુણ ને અવગુણ ના માપજો.. મને.

પ્રેમ-વૃષ્ટિ વળી વરસાવજો,
રોજ રંગે નવા નવડાવજો ... મને.

મને છોડીને ક્યાંયે ના જશો,
રહી હૈયામાં હેતથી સદા હસો ... મને.

જોજો વિરહે વધુ ના મારશો,
પ્રાણ પોતાનો માનતાં તારજો ... મને.

- શ્રી યોગેશ્વરજી

 

Add comment

Submit